જીતી એ દિલ લે

નયનમાં એ શ્યામ ઘટાઓ લગાવી,

હોઠો પર લાલી સૂરજની સજાવી,

એ ચાલે અદાઓને લયમાં જબોળી,

મૂજ સ્વપ્નોની બની જાય હોડી,

એ ઉતરે છે દિલમાં જાણે કટારી,

ને પ્રણયની એ ખોલે છે બારી.

ઝુલ્ફો એની સુંવાળી સુંવાળી,

ફૂલોની એણે પહેરી છે સાડી,

ને ભાલ પર એક ચંદ્ર લગાવી,

સોનેરી સપનાઓ મૂજને બતાવી,

પ્રણય કહાની બને તારી મારી,

પણ હૃદય થોડું થઈ જાય ભારી,

કે ખુલ્લી આંખે દૃશ્ય નથી એ,

છતાં ‘બેહાલ’ જીતી એ દિલ લે.

3 comments

Leave a comment

Design a site like this with WordPress.com
Get started