વેણુ વાત વદે

વેણુ વાત વદે વૃંદાવન વેણુ વાત વદે, વિનતી કરે શ્યામ રાધિકા,અમને કેમ તજે. કાં સંગ મુજને લઇ ને જાઓ,કાં પ્રીત તોળ ચલે. વ્રજની ગોપી મારગ રોકી નૈનન નીર ઝરે, કાન્હા એમ સમજાવન લાગ્યો છોડે મોહ ન છૂટે, વૃંદાવન........ સમીપ આવી રાધિકા એને વાત હૃદયની કહે, કોઈ નિશાની આપી જાઓ યાદી પ્રેમ રૂપે. વૃંદાવન........ મારે હવે … Continue reading વેણુ વાત વદે

જીતી એ દિલ લે

નયનમાં એ શ્યામ ઘટાઓ લગાવી, હોઠો પર લાલી સૂરજની સજાવી, એ ચાલે અદાઓને લયમાં જબોળી, મૂજ સ્વપ્નોની બની જાય હોડી, એ ઉતરે છે દિલમાં જાણે કટારી, ને પ્રણયની એ ખોલે છે બારી. ઝુલ્ફો એની સુંવાળી સુંવાળી, ફૂલોની એણે પહેરી છે સાડી, ને ભાલ પર એક ચંદ્ર લગાવી, સોનેરી સપનાઓ મૂજને બતાવી, પ્રણય કહાની બને તારી … Continue reading જીતી એ દિલ લે

તું આવે યાદ જ્યારે

જીવનને નદી કિનારે તું આવે યાદ જ્યારે, કે રચાય જાય ગીતો તારા એક એ વિચારે. તું જૂએ રૂપ તારું મારી આંખમાં ઓ દિલબર, હું બની જાઉ દર્પણ તું કહે ત્યારે ત્યારે. તું રાધા બનજે મારી હું થઈ શ્યામ તારો, એક પ્રિત પાંગરે જો એ યમુના કિનારે. તું સવારની એ ઝાકળ હું ફૂલ છું કળીનું, મારી … Continue reading તું આવે યાદ જ્યારે

ગમશે ને તને

તારા નામે મારુ આ કવિતા લખવું ગમશે ને તને, આમ રોજ રોજ સ્વપ્ન માં મળવું ગમશે ને તને. તું નિષ્ચ્છલ,નિખાલસ, નિર્વિકાર,પ્રેમાળ પ્રિયે, તારા પ્રણયમાં મારુ કાયલ થવું ગમશે ને તને. કોમળ હૃદય, પવિત્ર લાગણી લઈને આવ્યો છું, આ મારું મીણ જેમ પીગળવું ગમશે ને તને. તું સંગીત છે મારા જીવનનું  સૂર છે તું, લય છે, … Continue reading ગમશે ને તને

પ્યાર કરું

આવ સનમ તને પ્યાર કરું, હાથમાં હાથને આંખો ચાર કરું. કોમળ સુકોમળ આ અધરો તારા, કરું એક ચુંબન પછી લગાતાર કરું. લજ્જાથી આમ વેડફના ક્ષણ ને, પ્રણય હું તને દિલદાર કરું. હવે લખું હું કેટલીય ગઝલ, જ્યારે જ્યારે તારો વિચાર કરું. દેતો રહ્યો દસ્તક દિલ પર ને, તે કહ્યું કે હવે ખુલ્લા દ્વાર કરું. કેવી … Continue reading પ્યાર કરું

ખબર નઈ ઇશ્ક થયો કે

ખબર નઈ ઇશ્ક થયો કે વ્યથા થઈ, કોઈ સમજાવો કેવી મારી કથા થઈ. ને રિસાણા છે એવાં કે વાત ન પૂછો, હવે કહેતાય નથી કે શું મારી ખતા થઈ. ને પાછું બોલાવે છે પણ ગાંઠતાં નથી, તમે જ કહો આ સજા થઈ કે દયા થઈ. ઝગડો કરી લીધો સાવ નાની વાત પર, ન પૂછો હવે … Continue reading ખબર નઈ ઇશ્ક થયો કે